Homeગુજરાતમોરબીમોરબીમાં કૌટુંબિક કલેશના વિવાદમાં પતિએ પત્નીને હથોડીના ઘા મારી હત્યા કરી

મોરબીમાં કૌટુંબિક કલેશના વિવાદમાં પતિએ પત્નીને હથોડીના ઘા મારી હત્યા કરી

મોરબી નજીક આવેલી આદ્યાશક્તિ પેપર મિલમાં મજૂરી કામ કરતા પરિવારમાં માત્ર 5,000 રૂપિયાની બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પુત્રીની ડિલિવરી વખતે આપેલા નાણાં મુદ્દે થયેલા ઝઘડામાં પતિએ આવેશમાં આવી પોતાની પત્નીના માથામાં લોખંડની હથોડીના ઘા મારી હત્યા કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ ગામ પાસે આવેલ આધ્યાત્મિક પેપર મીલમા રહેતા અને મજુરી કામ કરતા વિનોદભાઈ ભુરાભાઈ કટારા (ઉ.વ.૩૧) એ આરોપી ભુરાભાઈ બુધીયાભાઈ કટારા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પિતા (આરોપી) ભુરાભાઈ બુધિયાભાઈ કટારાને ફરીયાદીની બહેન સુનીતાની ડિલીવરી સમયે ફરીયાદીના માતા (મરણજનાર) એ ડીલીવરી માટે રૂપિયા પાંચ હજાર આપેલા હોય તે બાબતે આરોપીએ ફરીયાદીની માતા સાથે માથાકૂટ અને ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ ફરીયાદીના માતાને લોખંડના હથોડાથી માથામાં મારી ગંભીર ઈજા કરી મોત નિપજાવી ઘરેથી ભાગી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular