Homeગુજરાતમોરબીવાંકાનેરમાં 'ગ્રાહક' બનીને આવેલી મહિલા અને પુરૂષે વેપારીની નજર ચૂકવી સોનાની બુટ્ટીની...

વાંકાનેરમાં ‘ગ્રાહક’ બનીને આવેલી મહિલા અને પુરૂષે વેપારીની નજર ચૂકવી સોનાની બુટ્ટીની કરી ચોરી

વાંકાનેરના મેઈન બજારમાં આવેલા હીરા પન્ના કોમ્પ્લેક્સ પાસેની ‘દ્વારકાધીશ જ્વેલર્સ’માં દાગીના ખરીદવાના બહાને આવેલા અજાણ્યા મહિલા અને પુરૂષે વેપારીની નજર ચૂકવી રૂ. 81,400ની કિંમતની સોનાની બુટ્ટીની ચોરી કરી નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ખોરાણા ગામે રહેતા કાનાભાઈ જોધાભાઈ ડાભી (ઉ.વ.૪૯) એ આરોપી અજાણ્યા પુરૂષ અને મહિલા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની સોના ચાંદીના દાગીના લે-વેચ વાળી દુકાને એક મહીલા તથા પુરૂષ આવી ફરીયાદીની નજર ચુકવી સોનાની બુટી જેનો વજન ૫ ગ્રામ ૧૯૦ મીલી જેની કિ.રૂ-૮૧,૪૦૦/- મતાની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular