મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સીરામીક સીટી પાસેના ઉમિયા નગરમાં શેરીમાં મકાન ખાલી કરાવવા બાબતે માથાકુટ થતા દંપતી પર મહિલા હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ સીરામીક સીટી પાસે ઉમીયાનગર હનુમાન મંદિર પાસે રહેતા અમરતબેન રામજીભાઈ વાઘેલા (ઉ.વ.૫૯) એ આરોપી ગીતાબેન રાજપુત રહે. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી સાથી જીગ્નેશભાઈ સાથે ઝગડો કરતા હોય જેથી જીગ્નેશભાઈના પત્ની દિપાબેન છોડાવવા જતા આરોપીએ તેની સાથે ઝપા ઝપી કરી મુંઢ ઈજા કરી ફરીયાદી છોડાવવા વચ્ચે પડતા ફરીયાદી સાથે ઝગડો કરી જાતિ પ્રત્યે અપમાનીત કરી ધક્કો મારી પછાડી દિધા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.