Homeગુજરાતમોરબીમોરબીના 700 શિક્ષકોની વળતર રજા માટે શૈક્ષિક મહાસંઘની રજૂઆત

મોરબીના 700 શિક્ષકોની વળતર રજા માટે શૈક્ષિક મહાસંઘની રજૂઆત

વેકેશનમાં વસ્તી ગણતરીની કામગીરી કરનારા શિક્ષકોને નિયમ મુજબ વળતર રજા આપવા માંગ

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં વેકેશન દરમિયાન તાલીમ મેળવી ડોર-ટુ-ડોર વસ્તી ગણતરીની કામગીરી કરનારા આશરે 700 જેટલા શિક્ષકોને નિયમ મુજબ વળતર રજા આપવા મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ તથા મુલકી સેવા નિયમ-9 મુજબ વેકેશન ધરાવતા શિક્ષકોને વેકેશન અને જાહેર રજાના દિવસોમાં વસ્તી ગણતરી તથા મતદારયાદી જેવી કામગીરી કરવા બદલ વળતર અથવા પ્રાપ્ત રજા મળવાપાત્ર હોવાનું મહાસંઘ દ્વારા જણાવાયું છે.

મોરબી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો તેમજ અન્ય નગરપાલિકા વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી કરનારા શિક્ષકોના વળતર અને પ્રાપ્ત રજાના હુકમો થઈ ગયા છે, પરંતુ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં મોટા વિસ્તારમાં કપરું વસ્તી ગણતરીનું કામ કરનારા આશરે 700 શિક્ષકોને હજુ સુધી મળવાપાત્ર રજાનો હુકમ કરવામાં આવ્યો નથી.

આ મુદ્દે મોરબી શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓએ મેયર ઉત્તમભાઈ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અને ડેપ્યુટી કમિશનર સંજયભાઈ સોની સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓને મળી સરકારના વખતોવખતના ઠરાવો, પરિપત્રો અને જોગવાઈઓ રજૂ કરી શિક્ષકોને નિયમ મુજબ વળતર રજા મંજૂર કરવા રજૂઆત કરી હતી.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular