Homeગુજરાતમોરબીવાંકનેરના ઠીકરીયાળામાં કિંમતી જમીન પર ગેરકાયદે કબ્જો કરનાર આરોપી સામે FIR નોંધાઈ

વાંકનેરના ઠીકરીયાળામાં કિંમતી જમીન પર ગેરકાયદે કબ્જો કરનાર આરોપી સામે FIR નોંધાઈ

વાંકનેર તાલુકામાં આવેલ ઠીકરીયાળા ગામની બિન-ખેતી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી પાકી બિલ્ડીંગ તથા દુકાનો બનાવી ભાડું વસૂલવા અંગે ‘ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦’ (લેન્ડ ગ્રેબિંગ) હેઠળ એક ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મુંબઇ ખાતે રહેતા રશ્મિબેન વિશનજી ઠક્કર (ઉ.વ.૬૬) એ આરોપી વિરમ ઘેલાભાઈ ભરવાડ રહે રાજકોટવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદિની તથા સાથી સોનલબેન વીશનજી ઠક્કર રહે. મુંબઇવાળાની સંયુક્ત માલીકીની વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામના સર્વે નંબર ૨૩ જમીન ઉપર આવેલ આઇ.ઓ.સી.એલ. પંપની બાજુ માં આવેલ ૭૬૨ .૩૬ ચો.મી. ખુલ્લી જમીન ઉપર ૧૯૬.૩૬ ચો.મી. જમીન ઉપર ગેર કાયદેસર રીતે પાકી બિલ્ડીંગ તથા દુકાનો બનાવી દુકાનો ભાડે આપી આર્થિક લાભ મેળવી જમીન ગેર કાયદેસર રીતે પચાવી પાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ-૩.૪(૧)(૩),૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular