Homeગુજરાતમોરબીમોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેએ નાના દહીંસરા ગામે રાત્રીસભા યોજી

મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેએ નાના દહીંસરા ગામે રાત્રીસભા યોજી

સરકારી યોજનાઓ અંગે ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું, પંચાયતના દફતરની તપાસ સાથે રજૂઆતોના નિરાકરણના નિર્દેશ

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ માળિયા તાલુકાના નાના દહીંસરા ગામની મુલાકાત લઈ રાત્રીસભાનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે વિવિધ સરકારી વિભાગોની કલ્યાણકારી યોજનાઓ અંગે ગ્રામજનોને વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાત્રીસભા દરમિયાન ગામમાં ઉપલબ્ધ ગ્રામ્ય સુવિધાઓ, વિકાસકાર્યો અને વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ગ્રામજનોએ રજૂ કરેલા પ્રશ્નો અને રજૂઆતો સાંભળી તેના તાત્કાલિક અને યોગ્ય નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત, કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ગામ પંચાયતના સામાન્ય દફતરની તપાસણી કરી વિવિધ રેકોર્ડની ચકાસણી કરી હતી તેમજ વહીવટી કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular