Homeગુજરાતમોરબી'વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ' નિમિત્તે મોરબી સરકારી આયુર્વેદ દવાખાના દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે...

‘વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ’ નિમિત્તે મોરબી સરકારી આયુર્વેદ દવાખાના દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે યોજાશે ફ્રી નિદાન-સારવાર કેમ્પ

નિયામક આયુષની કચેરી – ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા પંચાયત – મોરબીના માર્ગદર્શન હેઠળ આગામી ૨૧ ઓગસ્ટ “વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ” ની ઉજવણીના ભાગરૂપે વરિષ્ઠ નાગરિકોના સ્વાસ્થ્ય જતન અર્થે વિશેષ આયુર્વેદિક સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી સરકારી આયુર્વેદ દવાખાનું (જનરલ હોસ્પિટલ) દ્વારા મેડિકલ ઓફિસર વૈદ્ય ખ્યાતિબેન ઠકરારના પ્રયાસોથી આગામી તા. ૦૮ ઓગસ્ટ, ૨૦૨૬ ને શનિવારના રોજ સવારે ૯.૦૦ થી ૧૨.૩૦ કલાક દરમિયાન વૃદ્ધાશ્રમ, શોભેશ્વર રોડ, મોરબી ખાતે નિઃશુલ્ક આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે.

આ કેમ્પમાં વૃદ્ધાશ્રમના વડીલો તેમજ આસપાસના વરિષ્ઠ નાગરિકોને આયુર્વેદિક તબીબી તપાસ, આરોગ્ય વિષયક માર્ગદર્શન અને જરૂરી ઔષધિય સારવાર પૂરી પાડવામાં આવશે. વડીલોના નિરામય આયુષ્ય અને સ્વાસ્થ્ય સુખ માટે આયોજિત આ કેમ્પનો મહત્તમ લાભ લેવા મોરબી સરકારી આયુર્વેદ દવાખાનાની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular