ટંકારા તાલુકાના વીરવાવ (ગણેશપર) ગામમાં આવેલી ૦પ વીઘા ખેતીની જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી વાવેતર કરી આર્થિક ઉપજ મેળવતા શખ્સ સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજકોટના મોરબી રોડ પર રહેતા દમયંતીબેન કૈલાશભાઈ દેવડા (ઉ.વ.૩૭) એ આરોપી આલજીભાઈ અમરાભાઈ ચાવડા વીરવાવ (ગણેશપર) તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના નામની દસ્તાવેજ નં.૧૧૫/ ૨૦ ૨૫ થી ખરીદ કરેલ ટંકારા તાલુકાના વીરવાવ /ગણેશપર ગામના સર્વે નં.૫૬૯ પૈકી ૨૩ પૈકી ૦૨ વાળી ખેડાણની ૦૫ વિદ્યા જમીન ક્ષેત્રફળ ૦-૮૦-૯૪ હૈ, આર. ચો.મી. વાળી જમીન પર ગેરકાયદેસર કબજો કરી વાવેતર કરી જમીન પચાવી પાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩),૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.