Homeગુજરાતમોરબીવાંકાનેરના જૂના વઘાસિયામાં બંધ મકાનના તાળા તોડી રૂ. 1.71 લાખની ચોરી

વાંકાનેરના જૂના વઘાસિયામાં બંધ મકાનના તાળા તોડી રૂ. 1.71 લાખની ચોરી

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જૂના વઘાસિયા ગામમાં એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૧,૭૧,૦૦૦/–ની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જુના વઘાસિયા ગામે રહેતા ફાતમબેન ઉસ્માનભાઈ માણસીયા (ઉ.વ.૫૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઇ પણ સમયે કોઈ ચોર ઈસમે ફરીયાદીના મકાનના ઓસરીના દરવાજાને મારેલ લોક તોડી મકાનમા પ્રવેશી બેડરૂમમા પ્રવેશી કબાટમાથી (૧) સોનાના ચેન નંગ-૦૨ ચગદા સાથે આશરે ૫૮ ગ્રામની કિ.રૂ-૨૪૩૬૦/- તથા (૨) સોનાનો કાપ નંગ-૦૧ આશરે ૦૫ ગ્રામનો કિ.રૂ-૨૧૦૦/- (૩) સોનાની વીટી નંગ-૦૧ આશરે ૦૫ ગ્રામની કિ.રૂ-૨૧૦૦/- (૪) સોનાના દાણા નંગ -૦૨ આશરે ૦૨ ગ્રામની કિ.રૂ-૮૪૦/- (૫) સોનાની કડી નંગ -૦૨ આશરે ૦૫ ગ્રામની કિ.રૂ-૨૧૦૦/- (૬) ચાંદીના સાકળા નંગ-૦૬ આશરે ૬૦૦ ગ્રામની કિ.રૂ-૪૫૦૦/- (૭) રોકડા રુપીયા ૧,૩૫,૦૦૦/-મળી કુલ-૧,૭૧૦૦૦/- રુપીયાના મતાની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular