Homeગુજરાતમોરબીવાંકાનેરના મકતાનપર સીમમાં પાણીના વોકળામાંથી રૂ. 63 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો...

વાંકાનેરના મકતાનપર સીમમાં પાણીના વોકળામાંથી રૂ. 63 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેરના મકતાનપર ગામની સીમમાં આવેલ ગીરીરાજ સ્ટોન ક્રશરની પાછળ પાણીના વોકળામાં દારૂનો જથ્થો સંતાડેલો છે. આ બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી વોંકળામાંથી વિદેશી દારૂની 112 બોટલ કિંમત રૂપિયા 63280 નો મુદામાલ ઝડપી પાડયો હતો.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન જામસર ગામના ઝાપા પાસે બાતમી મળી હતી કે, મકતાનપર ગામની સીમમાં આવેલ ગીરીરાજ સ્ટોન ક્રશરની પાછળ પાણીના વોકળામાં દારૂનો જથ્થો સંતાડેલો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

સ્થળ પર પાણીના વોકળામાં તપાસ કરતા પ્લાસ્ટિકના ઝબલાંમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેમાંથી ‘ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશયલ ધ રીચ બ્લેન્ડેડ વ્હીસ્કી’ની ૭૦ બોટલ કિંમત રૂ. ૩૯,૫૫૦ અને ‘8 PM સ્પેશયલ રેર વ્હીસ્કી’ની ૪૨ બોટલ કિંમત રૂ. ૨૩,૭૩૦ મળી કુલ ૧૧૨ બોટલ કિંમત રૂ. ૬૩,૨૮૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે દારૂમાંથી સેમ્પલ અલગ કાઢી એફ.એસ.એલ. તપાસ અર્થે મોકલી આપ્યા છે અને અજાણ્યા ઇસમ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular