ટંકારા તાલુકાના સરાયા ગામે ” રહેણાંક મકાનમાં ” થયેલ ઘરફોડ ચોરી કરનાર એક ઇસમને રોકડા રૂપીયા-૯૩૦૦/- તથા અન્ય મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
ગઇ તા.૦૧/૦૮/૨૦૨૬ ના રાત્રીના સાડા દસ વાગ્યાથી તા.૦૨/૦૮/૨૦૨૬ એકાદ વાગ્યાના અરસામાં ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા ફરીયાદીના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી રૂમમાં લોખંડના કબાટની તીજોરીમાં રાખેલ સોનાની આશરે બે તોલાની માળા કિ.રૂ.૧,૫૭,૦૦૦/- તથા રોકડા રૂ.૧૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૭૨,૦૦૦/- ના મુદ્દામાલની અજાણ્યા ચોર ઇસમોએ ચોરી કરેલ હોય જે અંગુ ગુનો રજિસ્ટર થયેલ હોય.
જે ગુનો અનડીટેકટ હોય જે ગુનો શોધી કાઢવા ટંકારા પોલિસ સ્ટેશનના સ્ટાફએ ટેકનીકલ/ હ્યુમન સોર્સીસ, આધારે ગુનો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન રાજકોટ-મોરબી હાઇવે આર્ય સ્કુલ સામે જબલપુરના પાટીયે આવેલ દુકાન પાસે એક ઇસમ બંધ દુકાન પાસે આટા ફેરા કરતો હોય જે શંકાસ્પદ જણાઇ આવત ઇસમની હાજરી બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી ઇસમની યુકતિપ્રયુકતિથી પુછપરછ કરતા પોતે ચોરી કરવા આવેલ હોવાનુ અને અગાઉ ગઇ તા.૦૧-૦૨/૦૮/૨૦૨૬ ની રાત્રીના સરાયા ગામે મકાનમાં ચોરી કરેલાની કબુલાત આપતો હોય.જેથી ઇસમ પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ પૈકીના રોકડા રૂપીયા -૯૩૦૦/- તથા મોબાઇલ ફોન કબજે કરી આરોપી કરણભાઇ મનુભાઇ વાછાણી (ઉ.વ. ૨૦) રહે. હાલ જુનાગઢ દોલતપરા ૬૬ કે.વી. સબ સ્ટેશનની બાજુમાં દશામાના મંદીરની બાજુમાં ઝુપડામાં તા.જી.જુનાગઢ વાળાને પકડી પાડી આરોપીના રીમાન્ડ મેળવવા અંગેની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.