મોરબીના શક્ત શનાળા નવા પ્લોટ વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે પતિ અને સાસુ દ્વારા શારીરિક તથા માનસિક ત્રાસ ગુજારી ઢોર માર મારવામાં આવતી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શક્ત શનાળા નવા પ્લોટ વિસ્તારમાં રહેતા સુનિતાબેન પ્રકાશભાઈ સોલંકીએ આરોપી પ્રકાશભાઈ છગનભાઈ સોલંકી તથા નંદુબેન છગનભાઈ સોલંકી રહે. બંને શક્ત શનાળા નવા પ્લોટ મોરબીવાળા વિરૂદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ પોતના પતિના મોબાઇલમાં ઈસ્ટાગ્રામમાં મેસેજ કરેલ જે બાબતે પુછતા અરોપી એકદમ ઉશ્કેરાઇ જઈ ફરીયાદિને પટ્ટા (બેલ્ટ)વડે શરીરે મુઢ ઇજા તેમજ માંથાના ભાગે પટ્ટા બેલ્ટના બક્કલ વાગેલ તેમજ ટચલી આંગળીમાં નખ નીકળે ગયેલા જેવી ઇજા કરી તેમજ આરોપી નંદુબેનએ માં બેન સમી ગાળો આપી તેમજ આરોપીઓએ અવાર નવાર શારીરીક તેમજ માનસીક ત્રાસ આપી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.