મોરબી રવાપર ચોકડી કેપીટલ માર્કેટ ચોથા માળે એફ -૫૦ દુકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૩૭ કિંમત રૂપિયા ૩૨૪૫૩ ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે શખ્સોના નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી રવાપર ચોકડી કેપીટલ માર્કેટ ચોથા માળે એફ -૫૦ દુકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૩૭ કિંમત રૂપિયા ૩૨૪૫૩ ના મુદામાલ સાથે આરોપી ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો દાનાભાઈ જારીયા રહે. તુલસી પાર્ક સોસાયટી શનાળા રોડ બાયપાસ મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય બે ઈસમો મહેશભાઈ દાનાભાઈ જારીયા રહે. રવાપર ગામ મોરબી તથા ધવલભાઈ પરમાર રહે. રાજકોટવાળાનુ નામ ખુલતા તમામ આરોપોઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.