શ્રોપના ધંધાર્થી પાસે પોલીસના બે અધિકારીઓએ તોડ કર્યાની ચર્ચા
મોરબી પોલીસની કામગીરી પર ફરી એક વખત આંગળી ચીંધાઈ એ પ્રકારની વાત મોરબીમાં સામે આવી રહી છે, થોડા દિવસ પહેલા પણ મોરબીના બે પોલીસ કર્મચારીઓએ 50,000 નો તોડ કર્યાની વાત હજી લોકો ભૂલ્યા નથી ત્યાં વધુ એક તોડ ની વાત સામે આવી રહી છે
મોરબીના માળીયા હાઇવે પર તો ધ ફર્ન હોટલ નજીક એક શ્રોપ પેઢી ચાલી રહી હતી જે મોરબીના બે પાટીદાર યુવાનોની હોય અને તેમાં મોરબી પોલીસમાં ફરજ બજાવતા એક પીએસઆઇ દરજ્જાના અને એક કોન્સ્ટેબલ દરજ્જાના પોલીસ કર્મચારીએ 15 લાખ રૂપિયાનો તોડ કર્યાની ચર્ચા હાલ ચર્ચા રહી છે
વાત હાલની છે અને એ તોડના પૈસા મોરબીના એક આંગણીયા પેઢીમાંથી એ પોલીસ કર્મચારીઓએ લીધેલ હોય તેવી સૂત્રો માહિતી પણ આપી રહ્યા છે, ત્યારે સવાલ એ થાય કે શ્રોપ પેઢી ચલાવતા લોકો પાસેથી પોલીસને એવું તો શું મળ્યું કે જેમાં આટલો મસ્ત મોટો લાખો રૂપિયાનો તોડ મળ્યો ?
મોરબી પાટીદાર સમાજના યુવાનો દ્વારા ચલાવવામાં આવતી એ શ્રોપ પેઢી સહજ છે કેમ કે મોરબી સિરામિક ઉદ્યોગો સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ ને શ્રોપ વગર ધંધો ચલાવવો મુશ્કેલ છે.મોટા ભાગના ભાજપ સાથે જોડાયેલા નેતાઓ અને સિરામિક ઉદ્યોગોપતિઓ ના પણ પૈસા આ પેઢીઓ દ્વારા આવે જ છે અને આવી અનેક પેઢીઓ પણ ચાલી રહી છે પણ તેમાં પોલીસ નો હસ્તક્ષેપ અને તેમાં પણ વહીવટ થાય તે ચર્ચાનો વિષય છે અને આ પોલીસ કર્મચારીઓ દ્વારા અગાઉ અન્ય કેટલાક લોકો ના પણ છેલ્લા એકાદ મહિનામાં તોડ કર્યાની વાત સાંભળવા મળી છે
આ બાબતે મોરબીના એક નેતા દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ને રૂબરૂ મળી અને આ આખા ઘટનાક્રમની જાણ પણ કરવામાં આવનાર છે તેવી વાત પણ મળી રહી છે.