વીજ પોલ વળતરના મુદ્દે ખેડૂતોનો વિરોધ યથાવત, વધુ એક ગામ આંદોલનમાં જોડાયું
મોરબી જિલ્લામાં વીજ પોલ વળતર મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે વધુ એક ગામમાં ભાજપના નેતાઓના બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે. જેતપર, વાઘપર-પીલુડી બાદ હવે જીકીયારી ગામમાં પણ ખેડૂતો દ્વારા વિરોધના બેનરો લગાવી અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે જમીન માટે યોગ્ય અને કાયદાકીય વળતર નહીં મળે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે. બેનરોમાં વર્ષ 2027ની ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ ન આપવા અંગેની ચેતવણી પણ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે વીજ પોલના મુદ્દે મોરબી જિલ્લામાં ખેડૂતોનું આંદોલન સતત વિસ્તરી રહ્યું છે અને હવે એક પછી એક ગામો આ વિરોધમાં જોડાઈ રહ્યા છે.