મોરબી મહાનગર પાલિકા ની ફૂડ શાખા દ્વારા ખાણી પીણી તથા ફરસાણ ની 45 પેઢીઓ માં નિરીક્ષણ કર્યું જેમાં નવાડેલા રોડ, વાવડી રોડ, મહેન્દ્રનગર ચોકડી અને ભક્તિનગર સર્કલ પાસે ખાદ્ય પદાર્થ ની તપાસ ની કામગીરી કરેલ જે અન્વયે નીચે મુજબ ની પેઢી માં તપાસ દરમિયાન બેદરકારી ધરાવનાર વેપારિયો ને નોટિસ પાઠવી અને નિયમો અનુસાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી.
1. મહેન્દ્રનગર ચોકડી પર આવેલ ઉમા હોટેલ માંથી આસરે 5 પકેટ ફૂગ વાળા પીઝા ના રોટલા ,1 KG વાસી નૂડલ્સ, 2 KG મંચુરિયન નો નાશ કરવામાં આવ્યો તથા જગ્યા પર અનહાઈજેનિક સ્થિતી જોવા મળેલ હોવા થી પેઢી ને notice ફટકારી છે. મહેન્દ્રનગર ચોકડી પર action ચાઇનીસ માંથી 5kg મંચુરિયન , 2kg નુડલ્સ, અને 2 kg ભાત નો સ્થળ પર નાશ કરવામાં આવેલ.
2. ભક્તિનગર સર્કલ પાસે આવેલા વિરાટ પાઉભાજી માંથી ફૂગ વાળા આદુ ,વાસી કોફતા નો નાશ કરવામાં આવ્યો તથા જગ્યા પર અનહાઈજેનિક સ્થિતી જોવા મળેલ હોવા થી પેઢી ને notice ફટકારી છે.
3. વાવડી રોડ પર આવેલ મોમાઈ ફાસ્ટફૂડ માંથી આસરે 4kg જેટલા મંચુરિયન ,1 kg જેટલા વાસી ભાત અને ફૂગ વાડા લીંબુ અને ડુંગળી નો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તથા શ્રીયાંશ ફાસ્ટફૂડ માંથી 1 kg નુડલ્સ , 1KG વાસી બટેકા, અને ચટણી નો સ્થળ પર નાશ કરવામાં આવેલ.
4. ઉમા ટાઉનશીપ ની સામે કુળદેવી ફાસ્ટફૂડ પર ૩ kg નુડલ્સ, 2 kg ભાત,4 kg મંચુરિયન નો સ્થળ પર જ નાશ કરાયો .
આ સાથે ફૂડશાખા ની ટીમ દ્વારા અખાદ્ય ખોરાક નો આસરે ટોટલ 28 KG જેટલો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. અને જે પણ પેઢીઓ માં ફૂડ લાઈસન્સ ન હોય અને અનહાઈજેનિક સ્થિતી જોવા મળેલ તે તમામ પેઢીઓ ને ફૂડ શાખા દ્વારા નોટિસ પાઠવામાં આવી. અને ભવિષ્ય માં આ કાર્યવાહી વધુ કડક બનશે તે અંગે વેપારિયો ને તાકીદ કરવામાં આવે છે.