Homeગુજરાતમોરબીલાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ મોરબી ધરમપુર નર્સરી...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ મોરબી ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ કરાયા

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી હર હંમેશા સામાજિક, શૈક્ષણિક, પર્યાવરણ, જીવદયા જેવા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરે છે જેમા આજરોજ *વિશ્વ પ્રકૃતિ દિવસ* તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રમુખ લા જગદીશભાઈ ડી કાવરનો જન્મદિવસ હોય તેમના અનુદાનથી શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિરે નિઃશુલ્ક ૧૦૦૦ રોપાઓનુ વિતરણ કરવામા આવ્યુ.

જેમા આયુર્વેદિક અને શીતળ છાંયડો આપતા રોપાઓ વૃક્ષપ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ લોકોને આપવામા આવ્યા વઘુ વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો વરસાદ લાવો તે હેતુ માટે સત્યેશ્વર મહાદેવ મંદિરના પૂજારી રાજેશગિરિ અને પિન્ટુગિરિ ના આશીર્વાદ સહ પ્રેરક હાજરીમાં તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રમુખ લા જગદીશભાઈ કાવર, પુર્વ પ્રમુખો લા અમરશીભાઈ અમૃતિયા, લા રમેશભાઈ રૂપાલા, લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા, લા અમિતભાઈ એસ સુરાણી, લા કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી લા નાનજીભાઈ મોરડીયા, ખજાનચી લા મણીલાલ જે કાવર, લા ચંદુભાઈ કુંડારિયા, લા મહાદેવભાઈ ઉટવાડિયા, લા ચેતનભાઈ રાબડીયા, લા બાલુભાઈ પાંચોટીયા, લા રાજુભાઈ મણવર તેમજ પાસ્ટ સભ્યો મહાદેવભાઈ ચિખલીયા, જયેશભાઈ સંઘાણી જેવા સેવાભાવી સભ્યોની હાજરીમાં આ નિઃશુલ્ક રોપા વિતરણ પર્યાવરણ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો, તેમ સેક્રેટરી લા નાનજીભાઈ મોરડીયા ની યાદી મા જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular