માળિયા તાલુકાના તરઘરી ગામે આગામી તા. 04 જૂનના રોજ ભવ્ય તોરણીયાનુ રામા મંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગામમાં પ્રખ્યાત નકળંગ નેજાધારી રામામંડળ તોરણીયા દ્વારા લોકસાહિત્ય, ભજન, રામામંડળ અને કોમેડીનો રંગારંગ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં જાણીતા કલાકારો મિલન કાંકડીયા અને હિતેશ પ્રજાપતિ પોતાની કલાની રજૂઆત કરશે, જ્યારે કોમેડી કિંગ ભોલાભાઈ (ગગુડિયો) દર્શકોને હાસ્યરસથી તરબોળ કરશે. કાર્યક્રમના મુખ્ય આયોજક ભીખાભાઈ મગનભાઈ ફુકરવાડિયા છે. જયદીપસિંહ જાડેજા ઓફિશિયલ દ્વારા લાઈવ પ્રસારણ થનાર આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને લોકસાહિત્ય પ્રેમીઓને ઉપસ્થિત રહવે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.