હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે પોલીસે બાતમીના આધારે એક મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમા હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે કોકો જેસીંગભાઈ વાડેચાએ પોતાના કબ્જા ભોગવટવાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૨૭ તથા બિયર ટીન નંગ -૨૪ મળી કુલ કિંમત રૂપિયા ૧૬,૬૭૦ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે કોકો જેસીંગભાઈ વાડેચાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ દારૂનો જથ્થો પૂરો પાડનાર મુખ્ય આરોપી ફિરોજ સંધવાણી રહે. જુના દેવળીયા ગામ તા. હળવદવાળો હાજર ન મળી આવતા પોલીસે બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.