મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદી નામે કિરણદેવી સુનીલકુમાર રાજેશભાઇ રામ/અનુ.જાતી. રહે,હાલ મોરબી નજરબાગ રેલ્વે સ્ટેશનથી આગળ વિન્ટેજ કારખાના પાસે ભાડાના મકાનમા તા.જી.મોરબી મુળ રહે, ગામ કહચરીપુર તા.બાજપતી જી.સિતામઢી રાજ્ય બિહાર વાળાની દિકરી ઉ.વ.૧૦ વાળી ગઇ તા.૨૨/૦૫/૨૦૨૬ ના કલાક ૧૧/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘર પાસેથી કોઇને પણ જાણ કર્યા વગર કયાંક જતી રહેલ હોય જેને શોધી કાઢવા માટે પોલિસ સ્ટેશનની અલગ અલગ ટીમ બનાવી જરૂરી સુચના માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને સર્વેલન્સ ટીમે મોરબી થી ભોપાલ સુધીના અલગ અલગ રેલ્વે સ્ટેશનના તેમજ શહેર વિસ્તારના ૮૦ જેટલા CCTV કેમેરા ચેક કરેલ હોય જે દરમ્યાન સર્વેલેન્સ સ્ટાફને ટેકનીકલ મધ્યમ તેમજ હ્યુમનસોર્સના આધારે ગુમ થાનાર બાળકી અમદાવાદ શહેરના મણિનગર રેલ્વે સ્ટેશન પાસે હોવાની માહિતી મળતા તુરત જ એક ટીમ ને અમદાવાદ ખાતે રવાના કરી બાળકિને મોરબી પરત લાવી તેના માતા પિતાને સોંપી આપેલ છે. આમ એક બાળકિને ગણતરીના દિવસોમા સહિસલામત હાલતમાં શોધી કાઢી તેના માતા પિતા સાથે મિલન કરાવવામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસને સફળતા મળેલ છે.