માળિયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામમાં આવેલ મહાકાળી માતાજીના મંદિરમાંથી કોઈ અજાણ્યો તસ્કર માતાજીના ગર્ભગૃહમાં પ્રવેશ કરી અંદાજે 40,000 રૂપિયાની કિંમતના ચાંદીના છત્તર ચોરી કરી રફુચક્કર થઈ ગયો હોવાની માળિયા મિયાણા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના નાના દહીંસરા ગામના રહેવાસી અને વ્યવસાએ ખેતી કરતા ગજેન્દ્રભાઇ પ્રવિણભાઇ ભાડજા (ઉ.વ. 36) એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે જુના નાના દહીંસરા ગામમા આવેલ મહાકાળી માતાજીના મંદીરમાં અજાણ્યા ચોર ઈસમે પ્રવેશ કરી માતાજી ઉપર ચડાવેલ નાના-મોટા ચાંદીના છત્તર નંગ 13 કિંમત રૂપિયા 40000 ના મુદ્દા માલની ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.