મોરબીના રંગપર વિરાટનગર નજીક આવેલ હેપ્પી કાર કેર નામની દુકાને એક યુવક પર ચાર અજાણ્યા શખ્સોએ સામાન્ય પૂછપરછમાં ઉશ્કેરાઈ જઈ લાકડાના ધોકા અને છરી વડે હુમલો કર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મૂળ પંજાબના વતની અને હાલ રંગપર વિરાટનગર પાસે ‘હેપ્પી કાર કેર’ નામની દુકાન ચલાવી ગુજરાન ચલાવતા યોગેન્દ્રસીંઘ સંદીપસીંધમઘ જટ્ટ (ઉ.વ. ૨૬)એ આરોપી અજાણ્યા ચાર ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મારૂતિ સુઝુકી સ્વીફટ કાર રજીસ્ટર નં. GJ-13-CB-2045 માં આવેલ ચાર અજાણ્યા ઇસમ આરોપીઓ ગઇ તા.૨૨ મેં ના રોજ રાત્રિના ફરિયાદી પાસે આવી ફરીયાદીની દુકાનની બાજુમાં વસીમભાઈ તથા અનવરભાઇની દુકાન આવેલ હોઇ તેની પુછપરછ કરતા ફરીયાદીએ જાણતા ન હોવાનું જણાવતા કોઇ કારણ વગર ચારેય આરોપી ઉશ્કેરાઇ જઈ ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી લાકડાના ધોકા તથા છરી જેવા હથિયાર લઇ આવી એક આરોપીએ લાકડાનો ધોકા વતી ફરીયાદીને ઇજા પહોંચાડી ફરીયાદીના ઇન્ફલીક્ષ-૩૦ પ્રો. કી.રૂ.૧૦૦૦૦/- વાળા મોબાઈલમાં નુકશાન પહોંચાડી ચારેય ઇસમોએ ફરીયાદીને જાનથી મારી નાખ વાની ધમકી આપી ફોરવ્હીલ કાર લઈ નાશી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.