મોરબી તાલુકાના ફડસર ગામના મૂળ વતની અને હાલ રાજકોટમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા એક આધેડે વ્યાજખોરના અસહ્ય ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીથી કંટાળીને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ફડસર ગામના અને હાલ રાજકોટમાં મોરબી રોડ જકાતનાકા પાસે રહેતા ભગવાનભાઈ નાગાજણભાઈ બાળા (ઉ.વ. ૪૫) એ આરોપી દેવજીભાઈ કાળુભાઈ બાળા રહે. ફડસર ગામ તા. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી પાસેથી રૂ.૪,૦૦,૦૦૦/-ચાર લાખ ૫% વ્યાજે લીધેલ હોય અને ફરીયાદિએ છેલ્લા ચારેક માસથી માસીક રૂ ,૨૦,૦૦૦/- લેખે ચાર માસનુ વ્યાજ રૂ.૮૦,૦૦૦/- આપેલ ન હોય જેથી આરોપીએ ફરીયાદિને ફોન કરી ફડસર ગામે બોલાવી પૈસાની પઠાણી ઉઘરાણી કરી મારા પૈસા અત્યારેજ આપી દે તેમ કહી ગાળો ભૂંડા બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વ્યાજખોરની ધમકી અને જમીન પર પડાવેલા કબજાના ટેન્શનમાં આવી ગયેલા ભગવાનભાઈએ પોતાના ઘરે બાથરૂમમાં રાખેલી ફિનાઈલની બોટલમાંથી અજાણતામાં ફિનાઈલ પી લીધું હતું. તેમને ઉલ્ટીઓ થવા લાગતા નાના ભાઈ આપાભાઈએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ છે. તેમજ ફરીયાદીના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૩૫૨,૩૫૧-૨ તથા મની લેન્ડ એકટની કલમ ૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.