મોરબી સબ જેલ ખાતે તા.૨૮/૦૫/૨૦૨૬ના રોજ પવિત્ર ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) નિમિત્તે મુસ્લિમ બંદીવાન ભાઈઓ માટે ખાસ નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. સુન્ની મુસ્લિમ સમાજ ટ્રસ્ટના મૌલવીઓ દ્વારા બંદીવાનોને નમાઝ અદા કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે જેલ અધિક્ષક દ્વાર સમસ્ત મુસ્લિમ બંદીવાન ભાઈઓને બકરી ઈદની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં શાંતિ, સૌહાર્દ, ભાઈચારો અને ખુશીઓ લાવે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.