Homeગુજરાતમોરબીકોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માળિયાના ખાખરેચી ખાતે ભવ્ય 'કાર્યકર્તા સંમેલન' યોજાશે

કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માળિયાના ખાખરેચી ખાતે ભવ્ય ‘કાર્યકર્તા સંમેલન’ યોજાશે

માળિયા (મિયાણા); કોંગ્રેસ પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી સમયના વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવાના હેતુથી માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ ૨૮-૦૫-૨૦૨૬ ના રોજ સાંજના ૦૬:૦૦ કલાકે સુરાપુરા ની વાડી ખાખરેચી ખાતે એક ભવ્ય “કાર્યકર્તા સંમેલન” નું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ અને ઉચ્ચ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેશે. તેઓ અહીં હાજર તમામ કાર્યકરો અને સ્નેહી મિત્રોને પક્ષની વિચારધારા અને આગામી રણનીતિ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. આયોજકો સંદીપભાઈ કાલરીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કાર્યકરોની સક્રિય ઉપસ્થિતિ જ પક્ષની સાચી શક્તિ છે, જેથી તમામ સભ્યોને આ સંમેલનમાં સમયસર હાજર રહેવા સ્નેહભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ રહેશે કે સંમેલનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ એક ભવ્ય ભોજન સમારંભ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ હોદ્દેદારો, નેતાઓ અને કાર્યકરો એકસાથે બેસીને ભોજન લેશે, જેથી પરસ્પર આત્મીયતા અને સંકલન વધુ દ્રઢ બને.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular