Homeગુજરાતમોરબીટંકારા; પત્નીના ચરિત્ર પર વહેમ રાખી ઇંટોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર...

ટંકારા; પત્નીના ચરિત્ર પર વહેમ રાખી ઇંટોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પતિ વિરુદ્ધ ફરીયાદ દાખલ

ટંકારા તાલુકાના સરાયા ગામની સીમમાં ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના એક શ્રમિકે પત્નીના ચરિત્ર પર વહેમ રાખી, તેની ઘાતકી હત્યા કરી નાખી છે. આરોપી પતિએ ઉશ્કેરાઈને પોતાની જ પત્નીના મોઢા અને માથાના ભાગે ઇંટોના ઉપરા ઉપરી ઘા ઝીંકી હત્યા કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા અને ખેતી કરતા અનીલભાઈ જશમતભાઈ ઢેઢી (ઉ.વ.૪૨) એ આરોપી લક્ષ્મણભાઈ રેવસીંગ કતિજા રહે. હાલ સરાયા ગામે અનીલભાઈ પટેલની વાડીમાં તા. ટંકારા મૂળ. મધ્યપ્રદેશવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની વાડીમા કામ કરતા ખેત મજુર આરોપીને પોતાની પત્નિ રુકમાબેનને અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકા/વહેમ હોય જે બાબતે સારુ નહી લાગતા રુકમાબેન લક્ષ્મણભાઈ કતિજા જાતે.ભીલ ઉ.વ.આ.૪૩ વાળીને માથાના તથા મોઢાના ભાગે ઇંટ જેવી બોથડ વસ્તુથી માર મારી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવ્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular