મોરબી તાલુકાના ધુળકોટ ગામે આગામી સમયમાં સેવા અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળશે. ગામમાં આવેલ શ્રી વાનરવીર આશ્રમ મુકામે શ્રી કૃષ્ણાનંદ ગૌશાળાના લાભાર્થે તારીખ ૨૩-૦૫-૨૦૨૬, શનિવાર સમય: રાત્રે ૯:૦૦ કલાકે સ્થળ: શ્રી વાનરવીર આશ્રમ, મુ. ધુળકોટ ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના નામાંકિત ભજનિકો અને સાહિત્યકારો રાત્રિ દરમિયાન ગૌસેવા અર્થે સૂર અને સાહિત્યની રમઝટ બોલાવશે.
આ ભવ્ય લોક ડાયરા અને સંતવાણીમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારો ભજનિક વર્ષાબેન તલસાણીયા (વિછીંયા), ભજનિક ભોમિકા આહિર (મહુવા), સાહિત્યકાર રામસી ચારણ (ગીર), સાહિત્યકાર હરદેવ ગઢવી (રાજુલા) ઉપસ્થિત રહેશે.
આ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમના મુખ્ય આમંત્રક તરીકે શ્રી મહંત ધરમદાસ બાપુ (શ્રી વાનરવીર આશ્રમ – શ્રી કૃષ્ણાનંદ ગૌશાળા) છે. જ્યારે કાર્યક્રમનું સુચારુ આયોજન દિનેશભાઇ (મોબાઇલ નંબર: ૯૬૬૨૪ ૫૪૨૪૦) દ્વારા કરવામાં આવ્યું છે. શ્રી વાનરવીર આશ્રમ અને ગૌશાળા સમિતિ દ્વારા આસપાસના વિસ્તારના તમામ ધર્મપ્રેમી અને ગૌપ્રેમી જનતાને આ ભવ્ય સંતવાણીનો લાભ લેવા અને ગૌસેવાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.