Homeગુજરાતમોરબીમાં નર્મદાની કેનાલમાંથી ૪ વર્ષથી પાણીનું લીકેજ, ખેડૂતોના પાકને મોટું નુકસાન

મોરબીમાં નર્મદાની કેનાલમાંથી ૪ વર્ષથી પાણીનું લીકેજ, ખેડૂતોના પાકને મોટું નુકસાન

મોરબી જિલ્લામાં સરકારી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની ડિસ્ટ્રિબ્યુટરી D 27 ની વાઘપર માઇનોર કેનાલમાંથી છેલ્લા ચાર વર્ષથી સતત પાણી લીકેજ થઈ રહ્યું છે. આ અવિરત લીકેજને કારણે આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને વ્યાપક નુકસાન થયું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક તંત્ર કોઈ જ પગલાં ન લેતા, હવે આ મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સમિતિના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ સીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો છે.

રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી જિલ્લા માં આવેલ નર્મદા ની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ ની ડિસ્ટ્રિબ્યુટરી D 27 ની વાઘપર માઇનોર કેનાલ માંથી પાણી લીકેજ થતા નજીક આવેલા ખેડૂતો ના ખેતર માં મોટું નુકશાન થયેલ છે. જો કે આ પરિસ્થિતિ છેલ્લા ચારેક વર્ષથી થઈ રહી છે. અવારનવાર રજુઆતો કરવા છતાં સ્થાનિક તંત્ર ના બહેરા કાનો ને આ ખેડૂતો ની વેદના સંભળાતી નથી કે સમજાતી નથી.

છેલ્લા ચારેક વર્ષથી આ માયનોર કેનાલ ની રિપેરિંગ જ કરવામાં આવેલ નથી. મોંઘા ભાવ ના પાણી નો મોટા પાયે બગાડ થાય છે. તેમ છતાં કોઈ જવાબદાર અધિકારીઓ ને આ કેમ દેખાતું નથી તે એક મોટો પ્રશ્ન છે.

એક બાજુ પાણી નો બગાડ થાય છે. તો બીજી બાજુ ખેડૂતો પાણી માટે વલખાં નાખે છે. તેમ છતાં તંત્ર ના પેટ નું પાણી હલતું નથી કેમ?

શું રિપેરિંગ ના નામે ભ્રષ્ટાચાર થાય છે? કે સરકાર પાસે રિપેરિંગ કરવી શક્તિ નથી?

તો અમારી માગણી છે કે આ પાણી થી થયેલ નુકશાન નું તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે. અને કેનાલ નું તાત્કાલિક રિપેરિંગ કરાવવા માં આવે.

જો આવું કરવામાં નહીં આવે તો અમારે ના છુટકે સ્થાનિક ખેડૂતો ને સાથે રાખી ગાંધી ચિંઘ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે તેમજ કાનૂની રહે વળતર મેળવવા નામદાર કોર્ટે નો આશરો લેવાની ફરજ પડશે તો આ બાબતે વહેલાસર યોગ્ય કરવા માંગ કરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular