ઓમ નમો નારાયણ જય દશનામ સાથ જણાવવાનું કે સનાતન દસનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત મોરબી જિલ્લાની મિટિંગનું આયોજન સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર મનીષગીરી ગોસ્વામીના પ્રમુખ સ્થાને મોરબી અતિથિ ગ્રહ બહાદુર વિલા સર્કિટ હાઉસ ખાતે સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાતના મોરબી જિલ્લાના ટ્રસ્ટી રતિગીરી કેશવગીરી ગોસાઈ તથા મોરબી જિલ્લાના ટ્રસ્ટી મહંત ગુલાબગીરી ઘેલુંગીરી ગોસાઈ દ્વારા આયોજન કરવામાં આવેલ જેમાં શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત મોરબી જિલ્લા પ્રમુખ તરીકે મુકેશગીરી હીરાગીરી ગોસ્વામી ટંકારા વાળાને મોરબી જિલ્લા પ્રમુખ તથા મોરબી જિલ્લાના ઉપપ્રમુખ મહિપતપૂરી શાંતુપુરી ગોસ્વામી તથા મોરબી શહેર પ્રમુખ તરીકે સુરેશગીરી બાબુગિરી ગોસ્વામી (પત્રકાર) તથા ટંકારા તાલુકા પ્રમુખ જીગ્નેશવન રામવન ગોસ્વામી તથા માળીયા તાલુકા પ્રમુખ તરીકે હરેશભારતી હસમુખભારતી ગોસ્વામી દેરાળા તથા માળીયા તાલુકા ઉપ પ્રમુખ મયુરગીરી ધીરજગીરી ગોસ્વામી તથા માળીયા તાલુકામંત્રી મનુગીરી છગનગીરી ગોસ્વામીની વરણી કરવામાં આવેલ આ તકે શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાતના આગેવાન સૌરાષ્ટ્ર પ્રદેશના તેજસગીરી મગનગીરી તથા મહેશભારથી રિટાયર પીએસઆઇ રાજકોટ છાત્રાલય સમિતિ તથાટંકારા ના આગેવાન જીતેન્દ્રગિરી મનહરગીરી ગોસ્વામી તથા અલ્પેશગીરી પરસોતમગીરી ગોસ્વામી અને ગોસ્વામી સમાજના અન્ય આગેવાનઓ બહોળી સંખ્યામાં હાજર રહી આવનાર તારીખ 24-5 ને રવિવારના રોજ શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત દ્વારા ગાંધીનગર મુકામે મહાસંમેલન યોજવાનું છે તેમાં મોરબી જિલ્લામાંથી બહોળી સંખ્યામાં દશનામ ગોસ્વામી સમાજ જોડાશે અને નવની યુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.