વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામે જમીનમાં બાજરીના ડાંડર વાઢવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી, બે શખ્સોએ એક આધેડને રસ્તામાં આંતરી લાકડીઓ વડે બેફામ માર માર્યાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાછીયાળા ગામે રહેતા અને ખેતી કરતા ગોરધનભાઈ માવજીભાઈ સાપરા (ઉ.વ.૫૫) એ તેમના જ ગામના આરોપી ગોપાલભાઈ પેથાભાઈ જોગરાણા તથા ભુરાભાઈ ભવાનભાઈ જોગરાણા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગોપાલભાઇ તેમની બહેન સાથે ફરીયાદીની જમીનમા વાવેલ બાજરીના ડાંડર વાઢવા જતા ત્યા હાજર ફરીયાદિએ અગાઉ થયેલ બોલાચાલીના કારણે ડાંડર વાઢવાની ના પાડતા આરોપીને સારૂ ન લાગતા આરોપી ગોપાલભાઇએ ફરીયાદિને સાંજ નહી પડવા દઉ તેમ ધમકી આપી જતા રહેલ અને બાદમા ફરીયાદિ દલડીગામ ખેતીકામ સબબ ગયેલ હોય અને દલડી ગામથી પરત આવતા સમયે દલડીગામ પાસે આવેલ પેટ્રોલપંપ પાસે આરોપી ગોપાલભાઇએ ભુરાભાઇને બોલાવી બન્ને આરોપીઓએ લાકડી વડે ફરીયાદીને શરીરે તથા માથાના ભાગે માર મારી ભુંડાબોલી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.