Homeગુજરાતમોરબીમાળિયાના ખાખરેચીમાં પ્રેમલગ્નનો ખાર રાખી ઘરમાં ઘૂસી આગચંપી અને તોડફોડ કરી રૂ....

માળિયાના ખાખરેચીમાં પ્રેમલગ્નનો ખાર રાખી ઘરમાં ઘૂસી આગચંપી અને તોડફોડ કરી રૂ. એક લાખનું નુકસાન કર્યું

માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે પ્રેમલગ્નની અદાવતમાં એક પરિવાર પર જીવલેણ હુમલો અને ઘરવખરીને આગ ચાંપી અંદાજે એક લાખ રૂપિયાનું નુકસાન કર્યાની સળગતી ઘટના સામે આવી છે. આ મામલે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા નરેશભાઈ પ્રભુભાઈ ઉચાણા (ઉ.વ.૪૨) એ ઓસમાન અલારખા મોકરસી, અમીના ઓસમાન મોકરસી, સહમાહેનૂર ઓસમાન મોકરસી ત્રણેય રહે.- ખાખરેચી, તા-માળીયા મી.વાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાઇના દિકરાએ આરોપીની દીકરી સાથે પ્રેમલગ્ન કરેલ હોય જે બાબતનું મનદુ:ખ ચાલતું હોય તેનો ખાર રાખી ફરીયાદીના ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરીયાદીના મોટાભાઇ નવઘણભાઇના ઘરમાં અપ-પ્રવેશ કરી ઘરમા આગ લગાડી તથા ઘરમાં ચીજ વસ્તુને કુહાડી તથા ત્રીકમ વડે તોડફોડ કરી આશરે રૂ.૧,૦૦,૦૦૦/- નુકસાની કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular