Homeગુજરાતમોરબીસંસ્કારી સ્ત્રી – સુસંસ્કૃત સમાજ સમારોહનું મોરબીમાં આયોજન

સંસ્કારી સ્ત્રી – સુસંસ્કૃત સમાજ સમારોહનું મોરબીમાં આયોજન

મોરબી ખાતે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ, પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ તેમજ ઉમા સંસ્કારધામ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે “સંસ્કારી સ્ત્રી – સુસંસ્કૃત સમાજ” વિષય પર વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ આગામી તા. 18 અને 19 મે 2026ના રોજ રાત્રે 8:30 વાગ્યે શ્રી કન્યા છાત્રાલય ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં સ્ત્રીઓના સંસ્કાર, સમાજ નિર્માણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા તથા આધ્યાત્મિક માર્ગદર્શન જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

સમારોહમાં પ્રેરણાદાયક પ્રવચન માટે પ્રેરક વક્તા અંકિતાબેન મુલાણી તથા ડો. દામિનીદીદી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ પાવન પ્રસંગે આયોજક સંસ્થાઓએ શહેરના નાગરિકોને સપરિવાર હાજરી આપવા આમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular