મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા નજીક કોઈ કારણોસર થયેલી મારામારીની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ નવી નવલખી વિસ્તારમાં રહેતા હસન અબ્દુલ સોતા (ઉ.વ. 30), અબ્બાસ અબ્દુલભાઈ સોતા (ઉ.વ. 29) અને સુલતાન અબ્દુલ સોતા (ઉ.વ. 26) હતા અને ઈલીયાસભાઈ આમદભાઈ દાત (ઉ.વ.42) ઇજાગ્રસ્ત બન્યા હતા.
ઇજાગ્રત થયેલા ચારેય ને સારવાર અર્થે તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન અબ્બાસભાઈ અબ્દુલભાઈ સોતાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. બનાવને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે.