મોરબીના જેતપર રોડ પર આવેલા અમરનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા, ત્યારે કોઈ અજાણ્યો તસ્કર પ્રૌઢના બાઈકની ચોરી કરી પલાયન થઈ ગયો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગરની હરીગુણ સોસાયટીમાં રહેતા મહાદેવભાઈ રેવાભાઈ રંગપરીયા (ઉ.વ.૬૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાંજના સમયે પીપળી ગામ પાસે આવેલા અમરનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. તેમણે પોતાનું હીરો સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-03-HN-3537 કિંમત રૂપિયા ૨૫૦૦૦ વાળુ મંદિરના પાર્કિંગમાં હેન્ડલ લોક મારીને પાર્ક કર્યું હોય જ્યાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.