Homeગુજરાતમોરબી"જો મારા સગાને મજૂરીએ લઈ જશો તો જાનથી મારી નાખીશ": હળવદમાં મંડપ...

“જો મારા સગાને મજૂરીએ લઈ જશો તો જાનથી મારી નાખીશ”: હળવદમાં મંડપ સર્વિસના માલિકને ધમકાવનાર શખ્સ સામે ફરીયાદ

હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે મંડપ સર્વિસમાં મજૂરોને લઈ જવા જેવી નજીવી બાબતે મનદુઃખ રાખી એક શખ્સે મંડપ સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રહેતા અને ખેતી તથા મંડપ સર્વિસ નું કરતા કાંતિલાલ હરખાભાઈ સુરાણી (ઉ.વ.૫૪) એ આરોપી રતીલાલ ઘોઘજીભાઈ કોળી રહે. નવા ઘનશ્યામગઢ ગામવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ જણાવેલ કે ફરીયાદીના મંડપ સર્વીસમા આરોપીના સગાને મજુરીએ લઈ જતા નહીં અને જો લઈ જશો તો જાનથી મારી નાખીશ તેમજ સાથીઓને પણ ધમકી આપી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular