મોરબી સ્થિત નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થી સ્નેહ ભાવેશભાઈ રાજપરાએ ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં 99.63 PR મેળવી શાળા, પરિવાર અને ગામનું નામ ગૌરવભેર ઉજ્જવળ બનાવ્યું છે.
મૂળ ચાંચાંવદરડા ગામના અને હાલમાં મોરબીના ન્યુ ચંદ્રેશનગર ખાતે રહેતા સ્નેહની આ તેજસ્વી સિદ્ધિથી પરિવારજનો, શિક્ષકો તથા શુભેચ્છકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. સ્નેહની મહેનત, લગન અને સતત અભ્યાસના પરિણામે પ્રાપ્ત થયેલી આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. પરિવાર તેમજ નવયુગ વિદ્યાલય તરફથી સ્નેહને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.