Homeગુજરાતમોરબીમોરબીમાં 'રોમિયો'ગીરી અને બેફામ બાઇકર્સનો આતંક: વાવડી રોડના રહેવાસીઓ ત્રાહિમામ, ગૃહમંત્રી સુધી...

મોરબીમાં ‘રોમિયો’ગીરી અને બેફામ બાઇકર્સનો આતંક: વાવડી રોડના રહેવાસીઓ ત્રાહિમામ, ગૃહમંત્રી સુધી કરી લેખિત રજૂઆત

મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાની જરૂરિયાત વર્તાઈ રહી છે. મોરબીના વાવડી રોડ પર આવેલા ગાયત્રી નગર શેરી નંબર- ૪ ના રહેવાસીઓએ વિસ્તારમાં વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ અને આવારા તત્વોના ત્રાસ સામે મોરચો માંડ્યો છે. સ્થાનિકોએ એકત્રિત થઈને આ મામલે મોરબી કલેક્ટર, જિલ્લા પોલીસ વડા (SP) અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી છે.

રજુઆત જણાવ્યું છે કે વાવડી રોડ ગાયત્રી નગર શેરી નં.-૪ તથા ગલી ખાંચામાં ધુમ સટાઈલ થી બાઇક ચલાવતા હોય અને લતાવાસીઓને ત્રાસ આપતા હોય તેમજ દારૂની હેરાફેરી રોમીયો કરતા હોય તેથી મહિલાઓ બહાર બેસી નથી શકતા અને નાના બાળકો બહાર શેરીમાં રમી નથી શકતા તો આ રોમીયો વિરુદ્ધ કડકમાં કડક પગલા લેવામા આવે તથા અહીંના રોમીયો ખુલ્લી દાદાગીરી કરે છે અને બેન દિકરીઓને સતાવે છે અને કહે છે કે જો કોઈ મારા નામની અરજી કરશો તો હું અહીંયા કોઈને રહેવા નહીં દઉ અને કહે છે કે સરકાર મારું કાંઈ નહીં અને પોલીસ ખાતુ પણ અમારું કાંઈ કરી નહી નહીં લે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કહે છે કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે. તો આ બાબતમાં ગુજરાતના ગૃહ ખાતાના હર્ષભાઈ સંઘવીને જાણ કરવામાં આવશે બહાદુર અને ઈમાનદારી આ અરજીને ધ્યાને લઇને તાત્કાલીક પગલા લેવા રજૂઆત કરી છે. અહીંયા પણ સીસી ટીવી કેમેરા પણ અહીંયા છે, જે કેમેરા પણ તમોને ચેક કરવાની છુટ છે. આ બાબતે યોગ્ય કરવા રજૂઆત કરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular