Homeગુજરાતમોરબીમોરબીના જુનાં ઘુંટુ રોડ પરથી કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ... મોરબી મોરબીના જુનાં ઘુંટુ રોડ પરથી કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો By morbisahyognews April 12, 2026 314 Share FacebookXPinterestWhatsApp મોરબી તાલુકાના જુના ઘુટુ રોડ ઉપર સ્મશાન પાસેથી ટાટા હેરીયર કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, “એક ટાટા કંપની હેરીયર કાર રજી.નંબર કાર રજી.નં. GJ-03-MB-5847 વાળીમાં ઇગ્લીશ દારૂ ભરી હળવદ થી જુનું ઘૂટુ રોડ થઇ મોરબી તરફ જનાર છે” વિગેર બાતમીના આધારે જુના ઘુટ રોડ સ્મશાન પાસેથી આડસ ઉભી કરી ગાડી રોકાવી ચેક કરતા ગાડીમાં એક ઇસમ બેસેલ હોય અને આ કારની પાછળની સીટમાં તથા ડેકીમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ૧૮૦ મી.લી.ની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૭૭૬ કિં.રૂ.૬,૧૩,૨૦૦/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.૬૫૦૦૦/- તથા હેરીયર કાર રજી.નં. GJ-03- MB-5847 કિં.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કૂલ કિ રૂ.૧૧,૭૮.૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી તોસીબભાઈ રહીમભાઈ પીપરવાડીયા રહે-ન્યુ સાગર સોસાયટી શેરી નંબર ૦૮ કોઠારીયા મેઇન રોડ વાળાને ઝડપી પાડી તથા માલ આપનાર : એક અજાણ્યો માણસ તથા માલ મંગવાનાર સિરાજભાઇ રજાકભાઇ લીંગડીયા રહે-કોઠારીયા મેઇન રોડ ગાંધી સોસાયટી શેરી નંબર ૦૨ રાજકોટવાળા વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ October 18, 2026 મોરબી મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો October 18, 2026 મોરબી મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? October 18, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular મોરબીના લજાઈ ખાતે આવેલ ઉમિયા માનવ મંદિરમાં ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ morbisahyognews - October 18, 2026 મોરબીના સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા: જાહેરનામાના ભંગ બદલ સંચાલક સામે ગુનો નોંધાયો morbisahyognews - October 18, 2026 મોરબીમાં રાજમાતાના નિધનનો શોક, ભાજપને કાર્યક્રમો મોકૂફ રાખવાનું પણ યાદ ન આવ્યું? morbisahyognews - October 18, 2026 નવરાત્રિમાં દેવ સોલ્ટની સેવાભાવી પહેલ: ગરબે ઘૂમેલી 1,500થી વધુ યુવતીઓને લહાણીની ભેટો વિતરણ morbisahyognews - October 17, 2026 ટંકારાના ઓટાળા ગામમાં મંદિર નિર્માણ મુદ્દે મહિલા પર હુમલો morbisahyognews - October 17, 2026