Homeગુજરાતમોરબીવાંકાનેર: ફિલ્મી ઢબે દારૂ ભરેલી ક્રેટા ગાડી હંકારી બુટલેગર ફરાર, પોલીસે 4.85...

વાંકાનેર: ફિલ્મી ઢબે દારૂ ભરેલી ક્રેટા ગાડી હંકારી બુટલેગર ફરાર, પોલીસે 4.85 લાખનો દારૂ ઝડપી પાડ્યો

વાંકાનેર સીટી પોલીસ મથકની હદમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલી ક્રેટા ગાડીના ચાલકે પોલીસથી બચવા માટે બેફામ ગતિએ વાહન હંકારી એક મોટરસાયકલને અડફેટે લીધું હતું અને રાણેકપર ગામે દારૂનો જથ્થો બિનવારસી હાલતમાં મૂકી નાસી છૂટ્યો હતો.

મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય છે તે દરમિયાન વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે હુન્ડાઇ કંપનીની સફેદ કલરની ક્રેટા ગાડી રજીસ્ટર નં-GJ-36-AP-9297નો ચાલક પોતાના કબજાવાળી ગાડીમા ગેર કાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી રોકવાનો પ્રયતન કરતા પોતાની ક્રેટા ગાડી પુર ઝડપે બેફીકરાયથી હંકારી મોટરસાયકલ રજીસ્ટર નં-GJ-36- K-9423 વાળાને નુકશાન પહોચાડી નાશી જઈ રાણેકપર ગામ સહકારી મંડળી સામે ખુલા પ્લોટમા ટ્રેકટરની ટ્રોલીમા પ્રોહી ભારતીય બનાવટના પરપ્રાંતના વિદેશી દારૂના નાના ચપલા નંગ-૧૮૧૪ તથા બીયર ટીન નંગ-૬૧ મળી કુલ કિ.રૂ.૪,૮૫,૦૬૦/-નો મુદામાલ ઝડપી પાડી કાર ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular