Homeગુજરાતમોરબીહળવદના રાયસંગપર રોડ પર વાડીના રસ્તે પરિવાર પર ધોકાથી હુમલો

હળવદના રાયસંગપર રોડ પર વાડીના રસ્તે પરિવાર પર ધોકાથી હુમલો

હળવદ તાલુકાના જૂની મામલતદાર કચેરી સામે, ગોકુલનગર ખાતે રહેતા સંજયભાઈ નરશીભાઈ ચાવડાની હળવદ ગામની સીમમાં રાયસંગપર રોડ પર ખેતીની જમીન આવેલી છે. આ વાડીએ આવવા-જવાનો રસ્તો અગાઉ બંધ કરી દેવાતાં સંજયભાઈના પરિવારે મામલતદાર કોર્ટમાં દાવો કર્યો હતો, જેનો ચુકાદો તેઓની તરફેણમાં આવ્યો હતો. મામલતદારના આ હુકમ બાદ ગત તા. ૧૫/૧૦/૨૦૨૬ના રોજ બપોરના આશરે અઢી વાગ્યાના સુમારે સંજયભાઈ, તેમના ભાઈ સોંડાભાઈ, કરશનકાકા તથા પરિવારના અન્ય સભ્યો ટ્રેક્ટર લઈને વાડીનો રસ્તો ખુલ્લો કરવા ગયા હતા.

રસ્તો ખોલવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે પૂર્વગ્રહ રાખીને રસ્તા પર દબાણ કરનાર પરિવારના મનજીભાઈ છગનભાઈ સોનગ્રા, દેવુબેન મનજીભાઈ સોનગ્રા, ગીતાબેન મેહુલભાઈ સોનગ્રા, મેહુલભાઈ ઈશ્વરભાઈ સોનગ્રા, સવજીભાઈ છગનભાઈ સોનગ્રા અને જગદીશભાઈ થોભણભાઈ સોનગ્રા હાથમાં ધોકા લઈ ધસી આવ્યા હતા અને ભૂંડી ગાળો આપવા લાગ્યા હતા.

ફરિયાદી પક્ષે મામલતદાર કોર્ટના આદેશ અંગે શાંતિથી સમજાવવાનો પ્રયાસ કરવા છતાં, ઉશ્કેરાયેલા જગદીશભાઈ થોભણભાઈ સોનગ્રાએ ધોકા વડે વિપુલભાઈ હીરાભાઈ પર હુમલો કર્યો હતો. છોડાવવા વચ્ચે પડેલા કરશનકાકાને પગમાં ધોકો માર્યો હતો, જ્યારે મેહુલભાઈ સોનગ્રાએ સંજયભાઈના જમણા હાથના કાંડા પર ફટકો માર્યો હતો.

મારામારી બાદ આરોપીઓએ “હવે પછી રસ્તો ખુલ્લો કરવા આવશો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પણ જગદીશભાઈ સોનગ્રાએ પહોંચીને મહેશભાઈ ચાવડાને લાફો મારી દીધો હતો. હાલ હળવદ પોલીસે તમામ નામોગિર્ષ્ટ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular