Homeગુજરાતમોરબીમોરબી મેડિકલ કોલેજ દ્વારા વિશ્વ એનોટોમી દિવસની ઉજવણી કરાઈ: વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા

મોરબી મેડિકલ કોલેજ દ્વારા વિશ્વ એનોટોમી દિવસની ઉજવણી કરાઈ: વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા

૧૫ ઓક્ટોબર, ના રોજ વિશ્વ એનોટોમી દિવસની ઉજવણી ભાગરૂપે મોરબી જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં માનવ શરીરની રચના અને વિવિધ અંગતંત્રોની કાર્યપદ્ધતિ અંગે જ્ઞાન વધારવું, તબીબી અભ્યાસમાં એનોટોમી વિષયનું મહત્ત્વ સમજાવવું અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને વ્યવહારુ જ્ઞાનનો વિકાસ કરવો એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો. વિદ્યાર્થીઓને સર્જનાત્મક તથા પ્રવૃત્તિ આધારિત શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવા આ ઉજવણી કરવામાં આવી હતીં.

રાજ્યભરમાં યોજાઈ રહેલા ખેલ મહાકુંભ અંતર્ગત મોરબી જીએમઇઆરએસ કોલેજ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત ટેબલટેનિસ સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થીઓ તથા પ્રોફેસર્સએ ઉત્કૃષ્ટ પ્રદશન કર્યું હતું. વિવિધ સ્પર્ધાઓ અને વયજૂથમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સએ મહાનગરપાલિકાકક્ષાની સ્પર્ધાઓમાં વિજેતા બની રાજ્યકક્ષાએ મોરબી મહાનગરપાલિકાનું પ્રીતિનિધિત્વ કરશે.

વિવિધ આયોજનો દ્વારા વિદ્યાર્થીઓમાં ટીમવર્ક સર્જનાત્મકતા અને પ્રસ્તુતિકરણ કૌશલ્ય વિકસે અને રમતગમત ક્ષેત્ર માટે પણ વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે મેડિકલ કોલેજ ના ડીન ડો. નીરજકુમાર બિશ્વાસ તેમજ સ્ટાફ દ્વારા પ્રેરણા પુરી પાડવામાં આવે છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular