Homeગુજરાતમોરબીવાંકાનેર: "ભૂલથી પૈસા જમા થયા છે" કહી સિક્યુરિટી ગાર્ડ સાથે રૂ. 48...

વાંકાનેર: “ભૂલથી પૈસા જમા થયા છે” કહી સિક્યુરિટી ગાર્ડ સાથે રૂ. 48 હજારની છેતરપિંડી

વાંકાનેરના લાલપર ગામ પાસે અશોક લેલેન્ડના વર્કશોપમાં નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડ સાથે રૂ. ૪૮,૦૦૦ની છેતરપિંડી થઈ છે. અજાણ્યા ઇસમે “તમારા ખાતામાં ભૂલથી પૈસા જમા થઈ ગયા છે” કહી ખોટો મેસેજ બતાવી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ “મારા દીકરાનો અકસ્માત થયો છે” તેવું બહાનું બતાવી ફોન-પે મારફતે રૂ.૪૮,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ખાતામાં કોઈ રકમ જમા ન થઈ હોવાનું માલૂમ પડતાં આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા અને સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અશોકસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ.૫૮) એ અજાણ્યા આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીને ફોન કરી કહેલ હુ તમને ઓળખુ છુ તથા તમારા ખાતામાં ભુલથી રૂ. ૪૮,૦૦૦/- આવી ગયેલાની ખોટી હકિકત જણાવી મને ખોટા પૈસા જમા થયા હોય તેવા મેસેજ મોકલી મારું નામ સર નામુ આપી ફરિયાદીને વિશ્વાસમાં લઇ મારે દિકરાનુ એક્સીડન્ટ થતા રૂપિયાની જરૂર હોય તેમ જણાવી રૂ. ૨૦,૦૦૦/તથા ૨૮,૦૦૦ કુલ રૂપિયા ૪૮,૦૦૦/- નુ ફોન પે કરાવી મેળવી લઇ ફરિયાદી સાથે વિશ્વાસધાત છેતરપીંડી કરી હોવાની ફરીયાદ‌ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular