વાંકાનેર શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી સોના-ચાંદીના દાગીનાની દુકાનને નિશાન બનાવી બે અજાણ્યા મહિલા ચોરોએ રૂા. ૧,૮૫,૦૦૦ની કિંમતની સોનાની બાલી (નથડી)ની ચોરી કરી ફરાર થઈ ગઈ હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના સરોડી ગામે રહેતા નોકરી કરતા અરવિંદભાઈ જીવણભાઈ કુમખાણીયા (ઉ.વ.૨૨) એ આરોપી બે મહિલા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની સોના ચાંદીના દાગીના લે-વેચ વાળી ખુશાલ જ્વેલર્સમાં નામની દુકાને બે મહીલા આવી ફરીયાદીની નજર ચુકવી સોનાની બાલી(નથડી) આશરે નંગ-૬૫ જેનો આશરે ૧૪ ગ્રામ જેટલો છે.જેની આશરે કિ.રૂ-૧,૮૫,૦૦૦/- મતાની બે મહીલા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.