Homeગુજરાતમોરબીવાંકાનેરના ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવા માંગ: પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવિદ પીરજાદાની...

વાંકાનેરના ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવા માંગ: પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવિદ પીરજાદાની કલેક્ટરને રજૂઆત

વાંકાનેર વિસ્તારમાં ઓછા વરસાદના કારણે ખેડૂતોને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. કમાન્ડ વિસ્તારમાં આવતા ગામોના ખેડૂતોને ખેતી માટે તાત્કાલિક સિંચાઈનું પાણી મળી રહે તે માટે પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવિદ પીરજાદા દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી.

રજૂઆત દરમિયાન વાંકાનેર પંથકમાં વરસાદની અછતને કારણે ખેડૂતોની મુશ્કેલી વધી રહી હોવાનું જણાવી કમાન્ડ વિસ્તારમાં આવતા ગામોમાં તાત્કાલિક ધોરણે સિંચાઈનું પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય પાચાભાઈ ધરજયા, અકબરભાઈ બાદી, કીર્તિસિંહ વાળા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ગૌરધનભાઈ સરવૈયા તથા કોંગ્રેસ અગ્રણી આબિદભાઈ ગઢવારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular