Homeગુજરાતમોરબીવાંકનેરના કણકોટ ગામ પાસે જૂની અદાવતમાં પિતા-પુત્રો પર પાઇપ-ધારીયા વડે હુમલો

વાંકનેરના કણકોટ ગામ પાસે જૂની અદાવતમાં પિતા-પુત્રો પર પાઇપ-ધારીયા વડે હુમલો

વાંકનેર તાલુકાના કણકોટ ગામ પાસે પ્રેમલગ્નની જૂની અદાવત રાખીને ૫ જેટલા શખ્સોએ પાઇપ અને ધારીયા જેવા ઘાતક હથિયારો વડે એક જ પરિવારના પિતા અને બે પુત્રો પર જાનલેવા હુમલો કર્યો હોવાની‌ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા નિલેશભાઈ અરવિંદભાઈ મકવાણા (ઉ.વ.૨૩) એ આરોપી જીવરાજભાઈ નાથાભાઈ સારદીયા રમેશભાઈ નાથાભાઈ સારદિયા અલ્પેશભાઈ ઉર્ફે કિશનભાઇ સારદીયા જયરાજભાઈ જીવરાજભાઈ સારદિયા હાર્દિકભાઈ જીવરાજભાઈ સારદિયા રહે બધા કણકોટ ગામ વાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની બેન અસ્મીતાને આરોપી જીવરાજભાઈનો ભાણેજ ગોવીંદભાઇ ભગાડીને લઈ ગયેલ હોય જે બાબતે બન્ને પક્ષ વચ્ચે મનદુખ ચાલતુ હોય ફરીયાદીના પિતાએ આરોપીને આ બાબતે કહેતા આરોપીએ અસ્મીતાને ભગાડવામાં મારો જ હાથ છે તારાથી થાય તે કરી લે એવુ કહી આરોપીઓએ આરોપીઓએ લોખંડનુ ધારીયુ તથા લોખંડના પાઇપ જેવા હથીયારો ધારણ કરી આરોપીજીવરાજભાઈએ ફરીયાદી તથા સાથી ધારીયા વડે તથા આરોપી ઓએ લોખંડ ના પાઈપથી માર મારી સાથી અરવીંદભાઈને માથાના ભાગે તથા હાથના ભાગે ઇજા કરી તેમજ સાથી પંકજભાઇને માથાના ભાગે ઇજાઓ પહોંચાડી ભુંડા બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular