ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં આવેલ ફિનોમેક્સ કારખાનામાં ટ્રકમાંથી માલ (એલ્યુમિનિયમની પટ્ટીઓ) ખાલી કરવાના ક્રમ અને સમયને લઈને ડ્રાઇવર અને કારખાનાના પ્રોડક્શન મેનેજર વચ્ચે બોલાચાલી બાદ મારમારી થતા બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના તરઘડી ગામે રહેતા રાઘવભાઈ આલાભાઈ ભરવાડ (ઉ.વ.૨૮) એ આરોપી શ્યામકાંત સૂર્યમની શર્મા તથા તેની સાથે ના ત્રણ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં આવેલ ફિનોમેક્સ કારખાનામાં આરોપીઓએ ગાડી ખાલી કરવા બાબતે ફરીયાદી તથા સાથીઓ સાથે ઝધડો કરી ગાળો આપી ગેરકાયદેસર અવરોધ ઉભો કરી એલ્યુમીનીયમની એંગલો વડે ફરીયાદિ તથા સાથીઓ પૈકી ફરીયાદીને માથામાં ટાંકા તથા શરીરે મુંઢ ઇજા તથા સાથી રામભાઈને માથામાં ટાંકા તથા જમણા પગના નરાના ભાગે ફેક્ચર તથા સાથી મુકેશભાઈને ડાબા હાથ તથા પગમાં ફેકચર જેવી માર મારી ઇજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
જ્યારે સામા પક્ષે મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ ટંકારાના મિતાણા ગામની સીમમાં આવેલ ફિનોમેક્સ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા શ્યામકાંત સૂર્યમની શર્માએ આરોપી રાઘવભાઈ ભરવાડ તથા અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ગાડી ખાલી કરવા ગાડી થોડી પાછી લેવા બાબતે ફરીયાદી તથા સાથી સાથે ઝગડો કરી ગાળો આપી પાઈપ ધોકા વડે ફરીયાદિ તથા સાથીઓ પૈકી ફરીયાદીને તથા સાથી રજનીકુમારને તથા સાથી ધીરજ કુમારને, બ્રિજેશને માર મારી ઇજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.
બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે જ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.