ટંકારા તાલુકાના છતર જી.આઇ.ડી.સી. માં આવેલ ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લીશ દારૂના જથ્થો પકડાયેલ તે ગુનામાં સાતેક માસથી નાસતા ફરતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે.
ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન અગાઉ તા.૧૪/૦૧/૨૦૨૬ ના રોજ છતર જી.આઇ.ડી.સી.માં ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો કબજે કરવામાં આવેલ હતા. જે ગુનામાં નીતીનભાઇ વિનુભાઇ વાઘેલા રહે. રાજકોટ વાળો નાસતો ફરતો હોય જે આરોપી રાજકોટ ખાતે હોવાની બાતમીના આધારે આરોપી નીતીનભાઇ વિનુભાઇ વાઘેલા ઉ.વ. ૩૩ ધંધો મજુરી રહે. ન્યુ સર્વોદય સોસાયટી શેરી નંબર-૦૫ નવા થોરાળા તા.જી.રાજકોટ વાળાને પકડી ઇસમની અટક કરી રીમાન્ડ મેળવવા અંગે આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.