Homeગુજરાતમોરબીમોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા 1001 નિઃશુલ્ક જનોઈનું વિતરણ કરાઈ  

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા 1001 નિઃશુલ્ક જનોઈનું વિતરણ કરાઈ  

શ્રી પરશુરામ યુવા ગૃપ મોરબી દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિતે બળેવ અને રક્ષાબંધન પર્વ અંતર્ગત તા.23-08-2026, રવિવારના રોજ નિઃશુલ્ક જનોઈ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

આ તકે મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિર, ગાયત્રી મંદિર વાઘપરા, સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ હોલ, બ્રહ્મપુરી સોસાયટી, કુબેરનાથ મંદિર, ત્રિલોકધામ, શોભેશ્વર મહાદેવ મંદિર, પરશુરામધામ મંદિર જેવા ધાર્મિક સ્થળો પર નિઃશુલ્ક 1001 જનોઈનું વિતરણ કરવામાં આવેલ.

જેમાં પરશુરામ યુવા ગૃપ મોરબીના પ્રમુખ કૌશલભાઈ મહેતા, મહામંત્રી વિશ્વાસભાઈ જોષી, મહામંત્રી ધર્મભાઈ રાવલ તેમજ વિજયભાઈ રાવલ, દિવ્યેશભાઈ મહેતા, ભાર્ગવ મહેતા, હિમભાઈ દવે, દીપભાઈ પંડ્યા, બળદેવભાઈ, આશિષભાઈ દવે, દેવભાઈ ભટ્ટ, ચિરાગભાઈ ઠાકર, હાર્દિકભાઈ ભટ્ટ, દેવાશીષ જાની, કપિલભાઈ દવે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવામાં સહભાગી તમામનો પરશુરામ યુવા ગૃપ આભાર વ્યક્ત કરે છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular