Homeગુજરાતમોરબીમોરબીમાં શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક જનોઈ વિતરણ કાર્યક્રમ

મોરબીમાં શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક જનોઈ વિતરણ કાર્યક્રમ

શ્રાવણ માસ અને બળેવ-રક્ષાબંધન પર્વ નિમિત્તે 23 ઓગસ્ટે શહેરના પાંચ સ્થળોએ ભૂદેવો માટે જનોઈનું નિઃશુલ્ક વિતરણ કરાશે

મોરબી: પવિત્ર શ્રાવણ માસ તથા આગામી બળેવ-રક્ષાબંધન પર્વ નિમિત્તે શ્રી પરશુરામ યુવા ગ્રુપ, મોરબી દ્વારા શહેરના ભૂદેવો માટે નિઃશુલ્ક જનોઈ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ તા. 23 ઓગસ્ટ, 2026, રવિવારના રોજ મોરબી શહેરના વિવિધ પાંચ સ્થળોએ યોજાશે. અગ્નેશ્વર મહાદેવ મંદિર, એલ.ઈ. કોલેજ રોડ, સામાકાંઠે, મોરબી-2 ખાતે સવારે 9થી 11 વાગ્યા સુધી જનોઈનું વિતરણ કરવામાં આવશે.

તે ઉપરાંત સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ હોલ, ભવાની ચોક, મોરબી-1, બ્રહ્મપુરી સોસાયટી, નવલખી રોડ તથા ગાયત્રી મંદિર, વાઘપરા નં. 14 ખાતે પણ સવારે 9થી 11 વાગ્યા દરમિયાન જનોઈ વિતરણ કરવામાં આવશે.

જ્યારે શ્રી પરશુરામ ધામ મંદિર, નવલખી રોડ, મોરબી ખાતે સાંજે 6થી 8 વાગ્યા દરમિયાન જનોઈનું વિતરણ કરવામાં આવશે.

આયોજકો દ્વારા લાભાર્થીઓને સ્થળ પર આધાર કાર્ડ અથવા અન્ય ફોટો ઓળખપત્ર સાથે રાખવા અપીલ કરવામાં આવી છે. નિઃશુલ્ક જનોઈ વિતરણ સ્ટોક ઉપલબ્ધ રહે ત્યાં સુધી જ કરવામાં આવશે.

શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આયોજિત આ સેવાકીય કાર્યક્રમનો શહેરના ભૂદેવો વધુમાં વધુ લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular