મોરબી તાલુકાના વનાળીયા ગામની સૈડવા પાટી સીમમાં નદીના પટ પાસે આવેલા ખેતરોમાંથી અજાણ્યા તસ્કરોએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. તસ્કરોએ ધારદાર હથિયારોથી ખેડૂતોની સબમર્સિબલ મોટરના વાયરો કાપી કુલ ૧૪૭ મીટર કોપર વાયર જેની અંદાજિત કિંમત રૂ. ૧૦,૨૯૦ના મુદામાલની ચોરી કરી નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા અને ખેતી કરતા સુમારભાઈ જુસબભાઈ સુથા (ઉ.વ.૬૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથીઓની સૈડવા નામે ઓળખાતી સીમમાં ખેતીના પીયત માટે નદીના પટમા રાખેલ પાણીની મોટરના કોપરના કેબલ વાયર તેમજ ગામની દરગાહની બહાર રાખેલ મોટરના કોપરના કેલબ વાયર મળી અંદાજે મીટર ૧૪૭ કી.રૂ. ૧ ૦૨૯૦ ની કોઈ અજાણ્યા ચોર ઇસમો મોટરના મુળથી તોડી નુકીસાની કરી ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.